હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી તહોમતદાર ફરાર થઈ ગયેલ છે. ફરિયાદ નોંધાતાં હાંસોટ પોલીસે તહોમતદારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પરમ દિવસે સાંજના સમયે કતપોર ગામનાં ફરિયાદી હરેશ મેલા રાવજી રાઠોડની ભાભી તથા ભત્રીજા સાથે કતપોર ગામનાં હસા ગોમાન રાઠોડ સાથે નજીવી બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી ત્યારે હસા ગોમન રાઠોડે ધમકી આપી હતી કે તમે કેવી રીતનાં માછલી પકડવા જાવ છો તે હું જોઈ લઈશ ગાળાગાળીની રીસ રાખી હસા ગોમાન રાઠોડનાઓએ ફરિયાદીની બોટ કિંમત 1,50,000/-, માછલાં પકડવાની જાળ કિંમત 30,000/- તથા બોટનું મશીન 30,000/- કુલ બે લાખથી વધુની મતા સળગાવી તહોમતદાર ભાગી ગયેલ છે. ગરીબ માછીમારીનો ધંધો શરૂ થાય તે પહેલાં જ આ બનાવ બનવાથી હરેશ મેલા રવજી રાઠોડનાં પગ તળેથી સરકી જવા પામી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીનાં સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી ફરાર.
Advertisement