કોવિડ 19 મહામારીનાં કારણે ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ છે અને લાંબા સમયનાં લોક ડાઉન 1 નાં કારણે ધંધા, વેપાર, રોજગાર, ખેતી ઠપ છે. લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે. સરકાર તરફથી કોઈ જરૂરી સહાય મળી રહી નથી આવા સંજોગોમાં પ્રજાની લાગણી માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર આજરોજ હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ચથી જુન સુધીનાં વીજળી બિલ માફ કરવામાં આવે, ગરીબો અને મધ્યમ વર્ગનાં તમામ પરિવારના રહેઠાણ વેરો, પાણી વેરો અને મિલકત વેરો માફ કરવામાં આવે, નાના વેપારીઓના ધંધા સ્થળ વેરા માફ કરવા માટે તથા ખાનગી શાળાની પ્રથમ સત્ર ફી માફ કરવામાં આવે અથવા સરકાર તરફથી ફીની રકમ માટે સહાય આપવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ હાંસોટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોટ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરેશભાઈ પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement