અંકલેશ્વરનાં ઔદ્યોગિક એફલુએન્ટની વહન કરતી લાઈનમાં કતપોર ગામની હદમાં 2 મહિનાથી વધુ સમયથી લીકેજ થવાથી ખેડૂત શ્રી દિવ્યેશકુમાર ખુશાલભાઈ પરમારનાં ખેતરમાં નુકશાન થતું હોવાનો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે. શ્રી દિવ્યેશકુમાર ગુમાનભાઈ પરમાર નાં જણાવ્યા અનુસાર “લોકડાઉનનાં સમય પહેલાથી મારા ખેતરમાં NCT ની લાઈનનો લીકેજ થયો છે. એમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ થયુ છે, છતાં આજ સુધી રીપેર ના થવાથી મારી ખેતી લાયક ફળદ્રુપ જમીન નકામી બની છે. હું ત્યાં ખેડાણ પર કરી શકતો નથી. અધિકારીઓ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કે જવાબ પણ મળતો નથી. ટુંક સમયમાં રીપેર ના કરવામાં આવે તો હવે હું કાયદાકીય કાર્યવાહી કરીશ.” NCT ના અધિકારી શ્રી ભુપેશ ભાઈનાં કેહવા મુજબ “ખેડૂતનાં ખેતરમાં લીકેજ થયેલ નથી ખેતરની બાજુમાં થયેલ છે અને અમો રીપેર કરીશું”.
Advertisement