લોકડાઉન 4.0 ની સત્તાવાર જાહેરાત અને મોટી રાહતો બાદ આજથી બજારોમાં ભીડ ઉમટવાનું શરૂ થઈ ગયું છે. હાંસોટનાં બજારોમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે આવી પહોંચ્યા હતા. છેલ્લા 50 દિવસ ઉપરાંતથી ઘરોમાં કેદ લોકો ટહેલવા તેમજ તહેવારોની ખરીદી કરવા લોકો ઉમટ્યા હતા. સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં વ્યાપક છૂટછાટ આપી દીધી છે. આ છૂટછાટનો લાભ લેવા લોકો બહાર નીકળી રહ્યા છે. જોકે સરકારે આર્થિક ગતિવિધિ તેજ કરવા તેમજ લોકોની મુશ્કેલીઓમાં રાહત થાય તે માટે છૂટછાટ આપી છે. પરંતુ પબ્લિક જાણે કોરોનાથી છૂટ મળી ગઈ હોય તેમ ભયમુક્ત બની બજારો તરફ નીકળી પડી છે.
Advertisement