ભરુચ જિલ્લાની હાંસોટ પોલીસે લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરતાં લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી કુલ 101 ગાડીઓ ડિટેઇન કરી છે. કોરોના વાયરસના કેસો ઝડપથી ના ફેલાય અને સંક્રમણને અટકાવવામાં આવે તે માટે લોકડાઉન જાહેર કરી સામાજિક અંતરનું પાલન કરી સ્વાસ્થ્યની કાળજી રાખવા અનુરોધ કરાયો હતો. દરેક જિલ્લાઓમાં 144 ની ધારા લાગુ કરવામાં આવી હતી. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો હુકમ કરાયો હતો. સાથે જ કામ વગર બહાર નહીં નીકળવા સખત સૂચના આપવામાં આવી હતી. જોકે તેમ છતાં કેટલાક લોકો નિયમોનો ભંગ કરી ગાડીઓ લઈને પ્રબંધિત વિસ્તારોમાં પ્રવેશતા લોકો પર પોલીસ દ્વારા લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર 101 જેટલી ગાડીઓ 207 ની કલમ મુજબ ડિટેઇન કરી.
Advertisement