Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

Share

કેટલાંક સમયથી હાંસોટ તાલુકામાં રોજીરોટી મેળવવાનાં આશયથી પરપ્રાંતીય શ્રમિકો આવ્યા હતાં. પરંતુ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વાઈરસને પગલે શ્રમિકો બેકાર બન્યા હતા અને પોતાના માદરે વતન જવા માટે સરકારનાં નિયમ અનુસાર હાંસોટ તાલુકાનાં 450 જેટલા શ્રમિકોએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. તેના સંદર્ભમાં આજરોજ 66 જેટલા શ્રમિકોનાં નામ ઓનલાઇન રજીસ્ટર થતા તેઓને હાંસોટથી બે એસ.ટી બસ દ્વારા વહેલી સવારે અંકલેશ્વર મોકલવામાં આવ્યા હતા અને અંકલેશ્વરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા યુ.પી. ગોરખપુરમાં બેસાડી પોતાનાં વતન તરફ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા. બાકી રહેતા શ્રમિકોને ઓનલાઈન નિયમ મુજબ મોકલવામાં આવશે ત્યારે એક બાજુ પોતાના વતનમાં પોતાના કુટુંબીજનો સાથે ભેગા થવાની ખુશી છે તો બીજી તરફ રોજી રોટી મેળવવા માટે આવ્યા હતા પણ કોરોના મહામારીને લીધે કશું કમાઈ શક્યા નથી તેનો ગમ પણ હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે માર્કેટયાર્ડના હાટ બજારમાં મોબાઇલની ચોરી કરનારા બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : ટંકારીઆ સીતપોણ તરફના કાંસની સાફસફાઈ સંપન્ન થઈ.

ProudOfGujarat

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!