Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના છિલોદરા ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

Share

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૫ નવેમ્બરના ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે હાસોટ તાલુકાના છિલોદરા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓને લાભોનું વિતરણ સાથે અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

આ તકે, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે “છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ ૨૦૪૭ માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજવામાં આવી રહી છે. ત્યારે દરેક લોકો તેનો લાભ લે તથા આ અંગે અન્ય લોકો સુધી આ યોજનાની માહિતી પહોંચાડે તેવો અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

Advertisement

આ પ્રસંગે તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ- ગેમલસિંહ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ તા.પં,હાંસોટ જયેશભાઇ ડી પટેલ, વહીવટદાર અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

દરિયાની સપાટી વધતા આ વિસ્તારોમાં જોખમ, 537 કિમી જમીનમાં પાણી ઘૂસ્યા

ProudOfGujarat

ઉપવાસના ૧૪ દિવસઃહાર્દિક ના ઉપવાસ આંદોલન નો આવી શકે છે.આજે અંત-ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ નરેશ પટેલે મધ્યસ્થી બનશે. હાર્દિકને મળી સરકાર સમક્ષ મુકાશે માંગણીઓ…

ProudOfGujarat

ગુજરાત રાજ્ય હજ કમીટી દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના ૩૫૦ થી વધુ હજ યાત્રા એ જતા યાત્રીઓ માટે રશી કરણ મુકવાનો કેમ્પ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં હજ યાત્રા એ જતા હાજીઓએ ભાગ લીધો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!