Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ

Share

મે.નાયબ વન સંરક્ષક, ભરૂચ ઉર્વશીબેન પ્રજાપતિ દ્વારા લોકોમા વન્યપ્રાણી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ મહત્વ સમજાવવા સૂચના કરેલ તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર, ડી.વી.ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ વન વિભાગ અંકલેશ્વર રેન્જનાં પી.એન.પટેલ, બી.યુ.મોભ, એસ.જે.વસાવા, આર કે ત્રિવેદી તથા દયા ફાઉન્ડેશન ગ્રુપનાં કમલેશ પટેલ, બંકિન પટેલ, જય નાયક, ઋતિક વસાવા દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રાથમિક શાળા સાહોલમાં ઉજવણી કરવામાં આવી.

સરીસૃપ પ્રાણીઓ,પશુ પક્ષીઓ અને વન્યજીવોની ઓળખ અને વન્ય પ્રાણીઓનું મહત્વ અને તેને સબંધિત તમામ માહિતી ગ્રામજનોને જણાવીને માહિતગાર કરવામાં આવ્યા અને માનવ અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું જેમાં આચાર્ય,શાળા પરિવાર તેમજ ગામજનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે અન્ય પાર્ટીઓ પર આક્ષેપ કરતા સાંસદ મનસુખ વસાવા…

ProudOfGujarat

પંચમહાલના જાણીતા મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા.

ProudOfGujarat

અવળી ગંગાઃ શાદી ડોટ કોમ પરથી શોધેલો મુરતિયો યુવતીને છેતરી 76 હજાર લઈ ગયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!