Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા પંચાયત ખાતે આયુષ્યમાન ભવ: ૦.૩ પ્રોગામ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ આયુષ્યમાન ભવ: ૦.૩ પ્રોગામ લોન્ચીંગ સા.આ.કે- હાંસોટ અને તાલુકા હેલ્થ ઓફીના ઉપક્રમે તાલુકા પંચાયતમા કરવામા આવેલ. જેમાં હર્ષદ પટેલ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ, તથા ડો.એલ.બી.પટેલ,(સી.એચ.સી એમ.ઓ), ડો.સંજય દુબે (તાલુકા હેલ્થ ઓફીસર) તથા અન્ય લોક આગેવાન તથા આરોગ્ય સ્ટાફ, સા.આ.કેન્દ્રના સ્ટાફ, આશાબેન, આંગણવાડીબેન તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતાં.

સદર કાર્યક્રમમાં કરવાની થતી કામગીરી રૂપરેખા ડો.એલ.બી.પટેલ એ આપી હતી તેમજ ટી.બી.ના નિશ્વય મિત્રને સન્માન સર્ટીફીકેટ આપવામા આવ્યા તેમજ બિરલા સેલ્યુલોઝ ખરચ ટી.બી. દર્દીને ન્યુટ્રીશન કીટ હર્ષદભાઇના હસ્તે કરવામા આવ્યુ. ટી.બી. ચેમ્પીયનએ પોતાના અનુભવ વ્યક્ત કર્યા તથા તા. ૧૭/૦૯/૨૦૨૩ થી ૦૨/૧૦/૨૦૨૩ સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા, સ્વચ્છતા અભિયાન, રક્તદાન મહાદાન, અંગદાન ડોનેશન જેવા કાર્યક્રમ કરવામા આવશે અને લોકોને આરોગ્યની સેવાઓ મળે તે માટે લોકોમાં જનજાગૃતિ કરવા ગામે ગામ આશાબેન તથા આરોગ્ય સ્ટાફ દ્વારા કામગીરી કરવામા આવશે. સમગ્ર કાર્યક્રમને સફળતાપુર્વક પાર પાડવા માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશભાઇ ડી. પટેલ એ ભુમીકા ભજવી હતી.

Advertisement

Share

Related posts

સુરતની વી.ન.દ.ગુ.યુ. ના શિક્ષણ વિભાગમાં પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ પર વ્યાખ્યાન યોજાયુ

ProudOfGujarat

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

ProudOfGujarat

લોકશાહીના પર્વ મતદાનને ગણતરીના કલાકો બાકી, ભરૂચની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ઇ.વી.એમ ડિસ્પેચ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!