Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

Share

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી આ શિક્ષક દિવસની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં 18 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષણકાર્ય આપીને શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

સંસ્કૃતમાં ગુરુનો શાબ્દિક અર્થ થાય છે અંધકાર દૂર કરનાર જેથી ભારતીય પરંપરામાં ગુરૂને સર્વોચ્ચ મહત્વ અને આદર આપવામાં આવે છે શિક્ષકના માર્ગદર્શનથી શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનો માર્ગ આનંદમય અને સફળ બને છે.ગામના સરપંચ નવનીતભાઈ એ તમામ બાળકોને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષક નિલેશકુમારને સાહોલ શાળામાં શૈક્ષણિક કારકિર્દીના 20 વર્ષ પૂર્ણ થતાં બાળકોને નાસ્તો પણ કરાવ્યો હતો. જનકકુમારે બાળકોને નાસ્તો પણ કરાવ્યો હતો.જે બાળકો શિક્ષક બન્યા હતા તેઓ પાસે આ દિવસના પ્રતિભાવો માંગ્યા હતા અને બાળકોએ વારાફરતી ઉત્સાહભેર અનુભવો આપ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ ૨૫ પોઝીટીવ કેસ : ૨ દર્દીનું મોત.

ProudOfGujarat

ભરૂચ : વાગરા રંગ ઉપવન ગેટ અને નવી નગરી વિસ્તારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ અન્ય ચાર વોન્ટેડ..!!

ProudOfGujarat

પાલેજ કુમારશાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!