પ્રાથમિક શાળા સાહોલના બાળકોમાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલના માર્ગદર્શન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ધોરણ 1 થી 5 માં બાળમેળા અંતર્ગત ચિત્રકામ, માટીકામ, ચીટકકામ, કાતરકામ, બાળરમતો, રંગપૂરણી, પઝલ્સ, ગણિત-ગમ્મત, વેશભૂષા, હાસ્ય દરબાર, બાળ વાર્તા વગેરે જેવી પ્રવૃતિઓ તેમજ ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કીલ કૌશલ્ય આધારિત મહેંદી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, કુકરનું ઢાંકણ બંધ કરવું, ઈસ્ત્રી કરવી, કવીઝ, પંચર રીપેર, ફ્યુઝ બાંધવો, સમૂહ જીવન, હળવાશની પળ, સુશોભન, ચાલો શીખીએ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
Advertisement