હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના સભાખંડ નવ નિયુક્ત નાયબ કલેકટર શ્રી મનીષ પટેલના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી હતી. દરમ્યાન કુપોષિત બાળકોની ટ્રીટમેન્ટ કરવા બાબતે, કોરોના વાઇરસ માટે રાખવાની તકેદારી, દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મીટર કનેકશન બાબતે, કિસાન ક્રેડિટ કાર્ડ બાબતે તથા હાંસોટ તાલુકામાં છેલ્લા દોઢેક માસથી બંધ પડેલ માં અમૃતમકાર્ડની યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે શરૂ કરવામાં આવે. અને એ.ટી.વી.ટી. ની મિટિંગમાં સતત ગેરહાજર રહેતા કર્મચારીઓને નોટીસ આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર મહેસુલ અલ્પેશ પરમાર, સર્કલ ઑફિસર ભરત પટેલ, નાયબ મામલતદાર પુરવઠા મોહન પટેલ તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ તથા ન્યાય સમિતિ અધ્યક્ષ જેરામભાઈ રાઠોડ, હાંસોટ ભાજપ તાલુકા પ્રમુખ રમેશ મિસ્ત્રી તથા વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.
Advertisement