Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ગણિત – વિજ્ઞાન શિક્ષકનો સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે આઠ વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ગણિત – વિજ્ઞાન શિક્ષક નામે નિતેશકુમાર દામાભાઈ ટંડેલની એકતરફી જિલ્લાફેર બદલી નવસારી જિલ્લામાં થતાં તેઓને સાલ, શ્રીફળ, ઘડિયાળ, સન્માનપત્ર આપી સન્માન સાથે ભાવભીની અશ્રુભરી વિદાય આપવામાં આવી હતી.

શાળાના બાળકોએ શિક્ષકને ફૂલોથી વધાવ્યા હતા. પ્રાસંગિક ઉદબોધન શાળાના શિક્ષક નિલેશકુમાર સોલંકીએ કર્યુ હતું. સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષક તેજસકુમારે કરેલ હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષક જનકકુમાર પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, તલાટી ધર્મિષ્ઠાબેન રોહિત, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, એસ. એમ. સી અધ્યક્ષ વનિતાબેન પટેલ,મધ્યાહન ભોજન પરિવાર આશાબેન – સુમનબેન પટેલ હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકા સંભાલી સહિત અનેક ગામોમાં ચુડવેલના જીવાતના ઉપદ્રવથી લોકો હેરાન પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!