Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિધાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતો. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧ મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ – ૨૦૧૫ થી પ્રતિવર્ષ ૨૧ મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિને હર ઘર યોગ થીમ અંતર્ગત યોગ અંગે જાગૃતિ માટે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષકગણ, બાળકો, સરપંચ નવનીતભાઈ પટેલ જોડાયા હતા. શાળા કક્ષાએ શાળાના શિક્ષક નિલેશભાઈ સોલંકી અને નિતેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ બાળકોને યોગા કરાવવામાં આવ્યા હતા અને યોગનું મહત્વની સમજ આપી હતી. જયારે સાહોલ આંગણવાડી ખાતે ડૉ.ધ્રુતિકા પટેલના માર્ગદર્શન હેઠળ યોગ દિનની ઉજવણી કરી હતી. શાળાના બાળકો, ગામજનો, શાળા પરિવાર, કર્મચારીગણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ધોળીકૂઈ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને બિસ્માર રસ્તાથી રહીશો ત્રાહિમામ : તંત્ર જોવે છે છતાં કોઈ નિરાકરણ નહી !!

ProudOfGujarat

સુરત (બારડોલી)-કામરેજના નેશનલ હાઇવે નંબર 48 પર આવલે પારડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત માં 1 નું મોત 2 વ્યકિત ઈજાગ્રસ્ત..

ProudOfGujarat

નડિયાદમાં વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!