Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ.

Share

હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસએ ભરૂચ જિલ્લા માટે ગૌરવાંતો છે, સમગ્ર ભારતમાં ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસનો વિચાર વર્ષ ૧૯૫૨ માં ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપેલ હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન ૨૦૨૩ ના રોજ દરિયા કિનારે નભતા અને રહેતા લોકો માટે ” તવર (ચેર) દ્વારા દરિયાકાંઠે વસતા લોકોની દેખીતી આવક” માં વધારો થાય તે માટે “મિસ્ટી”(Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income – MISHTI) યોજનાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાયો હતો.

ભરૂચ જિલ્લામાં વમલેશ્વર, કંટીયાજાળ, આંકલવા,સમની અને કતપોર, દહેજ અને કાવી – કંબોઈના પવિત્ર સ્થળ સુધી મેન્ગ્રુવ (તવર)ના જંગલો આવેલા છે. અહીંના સૂકા અને અર્ધસુકા પ્રદેશમાં જોવા મળતી મુખ્ય જાતો એવેશીનીયા મરીના,એવેશીનીયા આલ્બા અને એવેશેનીયા ઓફીથીનાલીઝ વગેરે જાતો ભરૂચના દરિયા કિનારે જોવા મળે છે.

Advertisement

વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ભગવાન શિવના સાનિધ્યમાં કે જ્યાં વિશ્વમાં એક માત્ર નદીમાં નર્મદાની પરિક્રમા પૂર્ણ થાય છે,તેવા સ્થળે જિલ્લા કક્ષાનો વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે તે પણ ગૌરવ લેવા જેવી બાબત ગણાવી હતી.

આ પ્રસંગે મંત્રીએ ઉમેર્યું કે,દરેક ઘરમાં કે જ્યાં દીકરીના જન્મનો અવસર હોય કે જન્મ તિથિ હોય તે પ્રસંગે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.આ ઉપરાંત દરેક ગામમાં એક નમો વન બને તેવી પણ મંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી.આવા ભગીરથ કાર્યમાં ઔધોગિક એકમો પણ પોતાનો માતબર ફાળો આપે તે પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં તથા ભૂતકાળમાં અન્ય દેશમાં થયેલ સુનામી જેવી હોનારતને ધ્યાનમાં રાખી વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ “મિસ્ટી” યોજનાને આગળ ધપાવતા રાજ્યમાં વાવેતર દ્વારા ચેરના જંગલોમાં ઉત્તરો- ઉત્તર વધારો જોવા મળે છે. ૨૦૦૧ માં ૯૧૧ ચો.કી.થી ૨૦૨૧ સુધીમાં ૧૧૭૫ ચો.કી.ના ચેરના જંગલોનો વધારો સેટેલાઈટ નકશાઓ દ્વારા નોંધાયેલ છે.જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ જંગલોમાં ૧૩૪ ચો.કી.નો વધારો ૨૦૦૧ થી ૨૦૨૧ સુધીમાં નોંધાયેલ છે. જેમાં ભરૂચના ૪૫ ચો.કી.ના ચેરના જંગલોમાં વધારો થયો છે.

આ પ્રસંગે મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૯ માં વડાપ્રધાન એ શરૂ કર્યું તે તેમની પર્યાવરણ પ્રત્યેનો સકારાત્મક અભિગમ વાચા આપી હતી. જેને આગળ ધપાવતા સોલાર રૂપ ટોપ યોજના, પાણીને રિસાયકલ કરવાની પહેલ, રીન્યુએબલ એનર્જી થકી કાર્બન ક્રેડિટ મેળવવાની વિવિધ યોજનાઓ પર્યાવરણને પૂર્વવત કરવા માટેના પગલાં મંત્રીએ ગણાવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લાને કલાઇમેટ ચેંજના મોડલ તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી.આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર તરફથી મંત્રીને જિલ્લાના દરિયા કિનારે ચેરના રોપા લગાવવાની ખાત્રી આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મદદનીશ વન સંરક્ષણ આર ડી.જાડેજાએ કર્યો હતો. મહાનુભાવોને શાલ ઓઢાડી સફેદ ચંદનના રોપા આપીને સ્વાગત કર્યું હતું. આભારવિધિ આર એફ ઓ એસ યું ઘાંચીએ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા ગામજનો દ્વારા વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો રાજ્ય કક્ષાના કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, અધિક કલેકટર અને આર ધાધલ, મુખ્ય વન સંરક્ષક અંશુમાન શર્મા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ નેત્રંગ તાલુકામાં બંને યોજનાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું.

ProudOfGujarat

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે રિક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવીને દાગીના ચોરતા ચાર આરોપીને ઝડપ્યા

ProudOfGujarat

વડોદરાની પ્રાણીપ્રેમી ગરિમા માલવણકરે પોતાના પ્યારા (પ્લુટો) કૂતરાની યાદમાં જંગલી દીપડાને દત્તક લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!