ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જુગારી તત્વો બિન્દાસ અને બેફામ બની પોતાના મનસુબા પાર પાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં સટ્ટા બેટિંગ અને જુગાર જેવી પ્રવૃતિઓને ડામવામાં હવે પોલીસ વિભાગમાં કડક અંદાજ અપનાવી એક્શનમાં જોવા મળી રહ્યું છે, તેવામાં હાંસોટ વિસ્તારમાંથી ત્રણ જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ખળભળાટ મચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાંસોટના રામ નગર વિસ્તારના એક મકાનના પાછળના ભાગે જુગાર રમાતો હોવાની બાતમી હાંસોટ પોલીસને મળી હતી, જે બાદ પોલીસે બાતમીવાળી જગ્યાએ દોડી જઈ જોતા ખુલ્લી જગ્યામાં ત્રણ જેટલાં ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા.
હાંસોટ પોલીસે જુગાર રમી રહેલા (1) રાહુલભાઈ રાજેન્દ્રભાઈ પટેલ રહે, હાંસોટ (2) વિનોદભાઈ ગલાબભાઈ વસાવા રહે, હાંસોટ તેમજ (3) હિરેનભાઈ વિનોદભાઈ વસાવા રહે. હાંસોટ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રકમ સહિત દાવ પરની રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ 17610 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટની લાગણી છવાઈ હતી.