ઇન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યુટના સંયુક્ત ઉપક્રમે સંચાલિત પ્રોજેક્ટ સાહસ દ્વારા હાંસોટ તાલુકાના આઈ.સી.ડી.એસ. અને પંચાયત વિભાગના સંકલનમાં રહી તાલુકાની કુલ ૧૦ આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે તે પૈકી રાયમા અને સુણેવકલ્લા ખાતેની સ્માર્ટ આંગણવાડીનું કે. કે. નિરાલા માન. કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને પ્રોજેક્ટની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યમાંથી નેહાબેન કંથારીયા, ડેપ્યુટી ડાયરેક્ટર, આઈ.સી.ડી.એસ વિભાગ, જિલ્લામાંથી ડૉ. નીલેશ પટેલ, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ વિભાગ અને તેમની ટીમ તથા તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી, નોડલ મેડિકલ ઓફિસર, આર.બી.એસ.કે પ્રોગ્રામ તથા પ્રોજેક્ટ સાહસની ટીમ હાજર રહી હતી.
Advertisement