બિરલા સેલ્યુલોજિક કંપની ખરચના સી.એસ.આર ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદ ખાતે યોજાયો હતો. જેમાં શાળાની કન્યાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. જેમાં 48 દીકરીઓ ધોરણ સાત થી બારની જે પોતાના ધોરણમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવ્યો હતો તેમને અનુક્રમે 5000, 3000 તેમજ 2000 ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોજિકના અર્પણા કિશોરે, રંજના કશ્યપ, આસિસ્ટન્ટ મેનેજર એક્સલ પ્લાન્ટ દલિયાપુરી ઓફિસર, ટી.આર.ડી.સી પ્લાન્ટ અંજલી નાયર, ઓફિસર એચ. આર.ડીપાર્ટમેન્ટ રીંકલબેન, ઓફિસર સી.એસ.આર બિરલા સેલ્યુલોજિક ખરચ તાલુકા પંચાયત સભ્ય રઉફ મહંમદ શેખ, ગામના સરપંચ સાબીહા અનવર શેખ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ તથા હાંસોટ બી.આર.સી કો-ઓર્ડિનેટર અશોક કુમાર.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે બાળકોને આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવી હતી.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદ ખાતે બિરલા સેલ્યુલોજિક ખરચ સી.એસ.આર વિભાગ દ્વારા કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.
Advertisement