ઇન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યુટ સંયુક્ત ઉપક્રમે (પ્રોજેક્ટ સાહસ) દ્વારા હાંસોટ તાલુકાના આરોગ્ય, શિક્ષણ અને પંચાયત વિભાગ સાથે સંકલનમાં રહી ભારત સરકારના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર અવસ્થામાં પોષણ, પ્રજનન આરોગ્ય, માનસિક આરોગ્ય, બિનચેપી રોગો, લીંગ આધારિત હિંસા બાબતે બાળકો અને તરુણોમાં જાગૃતિ લાવવાના હેતુસર હાંસોટ તાલુકાની ધોરણ ૬ થી ૧૨ની તમામ શાળાઓમાં પિઅર એજ્યુકેટરોની નિમણૂક કરવામાં આવી છે. આ પિઅર એજ્યુકેટરોની કાર્યક્રમના મોડ્યુલ ૧ ની તાલીમ પ્રેરણા વિધાલય – ખરચ અને પ્રાથમિક શાળા દિગસથી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલુકાની ૬ થી ૧૨ ની તમામ ૩૬ શાળાઓને આવરી લેવામાં આવનાર છે.આ તાલીમ તાલુકાની રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, જે તે શાળાના નોડલ શિક્ષક અને સાહસ પ્રોજેક્ટની ટીમ દ્વારા આપવામાં આવશે.
હાંસોટ તાલુકામાં શાળા કક્ષાએ પિઅર એજ્યુકેટરની તાલીમ યોજાઈ.
Advertisement