વર્ષો પહેલા આહિર સમાજના લોકો પશુપાલન કરી પોતાની રોજીરોટી પ્રાપ્ત કરતા હતા આવા સમયે તેઓના પશુઓને ચારો ના મળતા તેઓ આલિયાબેટ કે જે વિસ્તારમાં રહી રાત્રી રોકાણ કરી આ વિસ્તારમાં તેઓના પશુ ભેંસ, બકરી, ગાય સહિતના પશુઓને લઇને આ સ્થાન પર રોકાતા હતા તેવા સમયે આ પશુ અને અન્ય પ્રાણી કે અન્ય લોકો દ્વારા કોઇ પ્રકારનું તેવોના માલધોરોની માતાજી રક્ષણ કરતા હતા માતાજી તેવોના પશુઓનું રક્ષણ કરતાં તેઓના માલ ઢોર અને તેઓનું રક્ષણ કરતા હતા જે પરંપરાગત રીતે આહીર સમાજ દ્વારા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરને આજે 27 વર્ષ પૂર્ણ થતા તે મંદિર આજે સાલગીરા પાટોત્સવ યોજાયો હતો.
આજરોજ આલિયાબેટ ખાતે આહીર સમાજ દ્વારા આલિયાબેટ ખાતે બિલીયાઇ માતાજી મુગલાઇ માતાજી મેલડી માતાજીના મંદિરના 27 મો પાટોત્સવ નીમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે માતાજીના પટાંગણમાં હવન તથા સાંજે 4:00 કલાકે શ્રીફળ હવન તથા સાંજે 5 કલાકે મહાપ્રસાદી અને રાત્રે માતાજીનુ જાગરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સમગ્ર ભરૂચ જિલ્લામાં વસતા આહીર સમાજ દ્વારા અલગ-અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરોમાં વસેલા આહીર સમાજ દ્વારા આજરોજ આલિયાબેટ ખાતે માતાજીના મંદિરના 27 મો પાટોત્સવ નિમિત્તે આજે સવારથી જ સમગ્ર જિલ્લાભરના આહિર સમાજના લોકો માતાજીનાં દર્શને આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
જેમાં ખાસ ઉપસ્થિત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના એમ.ડી અજય સિંહ અરુણસિંહ રાણા વહીવટી સંચાલક તથા 151 વાગરા વિધાનસભાના આઈ.ટી સેલ ઇન્ચાર્જ જયરાજસિંહ નરેન્દ્રસિંહ રાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ ડાહ્યાભાઇ આહીર, ભરૂચ જિલ્લા આહિર સમાજના અગ્રણી નીરૂબેન આહીર તથા નવનીતભાઇ આહીર તથા સમાજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.