26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રભાતફેરી, આઝાદીને લગતા સૂત્રો, નારા બોલાવ્યા હતા.
ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ડૉ. દિવ્યા અલ્પેશભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે દીકરીને ટ્રોફી, પ્રમાણપત્ર આપી સન્માનિત કરી હતી અને તેઓના પિતા અલ્પેશભાઈનું પણ આ તબક્કે સ્મૃતિપત્ર આપી સન્માન કરેલ હતું.
ધોરણ 6 થી 8 માં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકો પૈકી પીઅર એજ્યુકેટરના 6 બાળકોને પણ સાહસ પ્રોજેક્ટ કાકા- બા હાંસોટ તાલુકા પંચાયત હાંસોટના સહયોગથી પ્રમાણપત્ર, લેબલ આપવામાં આવ્યા હતા. શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નિલેશભાઈ સોલંકીએ કર્યું હતું અને આભારવિધિ શિક્ષક નિતેશભાઈ ટંડેલએ કરી હતી. રાષ્ટ્રીય પર્વમાં શાળાના આચાર્યા પારસબેન પટેલ, સરપંચ નવનીતભાઈ પટેલ, તલાટી ધર્મિષ્ઠાબેન,એસ.એમ.સી.પરિવાર આંગણવાડી પરિવાર હેમલતાબેન, મીનાક્ષીબેન, મધ્યાહન ભોજન પરિવાર, બાળકો તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.તમામને મીઠાઈની વહેંચણી કરવામાં આવી હતી.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 74 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ.
Advertisement