ઇન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યુટ (પ્રોજેક્ટ સાહસ) દ્વારા હાંસોટ તાલુકામાં ભારત સરકારના રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટરના તાલીમકારોની બે દિવસીય તાલીમ બી.આર.સી. ભવન, હાંસોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, સદર તાલીમનું સંચાલન સ્ટીચ ફાઉન્ડેશન, અમદાવાદના ડૉ.મૃણાલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકાના ધોરણ ૬ થી ૧૨ ના તમામ શાળાઓના ૩૬ નોડલ શિક્ષકો, તાલુકાની બંને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો અને કમ્યુનીટી હેલ્થ ઓફિસર હાજર રહ્યા હતા.
ડૉ.અલ્પના નાયર – તાલુકા વિકાસ અધિકારી, ડૉ. સુશાંત – તાલુકા આરોગ્ય અધિકારી તથા ડૉ. ભરત ચાંપનેરીયા – ઇન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપરોક્ત તાલીમમાં હાજર રહી તાલીમાર્થીઓનો ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ તાલીમના હેતુને અનુલક્ષીને સહભાગીઓને કિશોરવસ્થામાં પોષણ, પ્રજનન આરોગ્ય, માનસિક આરોગ્ય, બિન ચેપી રોગો, લીંગ આધારિત હિંસા બાબતે તાલીમ આપવામાં આવી હતી જેથી તાલીમકારો સદર તાલીમ દ્વારા મળતા સંદેશને તેમની શાળા અને તેમના વિસ્તારના કિશોર અને કિશોરીઓ સુધી પહોંચાડે શકે. આ તાલીમને અંતે તાલુકાના તમામ શાળાઓના ૩૬ નોડલ શિક્ષકોને તેમની શાળાઓમાં આપવા માટે વિનામૂલ્યે સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.