Proud of Gujarat
FeaturedGujaratINDIA

હરિયાણાનાં સોનીપતમાં નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 2 બાળકોના મોત

Share

હરિયાણાના સોનીપતમાં વેસ્ટ રામનગર સ્થિત માયાપુરી કોલોનીમાં રાત્રે નૂડલ્સ ખાવાથી એક પરિવારના બે બાળકોની હાલત બગડી હતી. પરિવારજનોએ મોડી રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને પ્રાથમિક સારવાર બાદ હાયર સેન્ટર રેફર કરી દેવાયા. પરિજન તેમને એક પ્રાઈવેટ હોસ્ટિપલમાં લઈ ગયા, જ્યાં ભાઈ-બહેનનું મોત નીપજ્યુ. ઘટના બાદ બાળકોની માતાની પણ હાલત બગડી ગઈ. સાથે જ તેમના મોટા ભાઈને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

માયાપુરી કોલોની નિવાસી પરિવારે બુધવારે રાત્રે પરોઠા અને બાદમાં નૂડલ્સ ખાધા હતા. નૂડલ્સ પાડોશની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા. રાત્રે પરિવારના તમામ લોકો ભોજન અને નૂડલ્સ ખાઈને સૂઈ ગયા. મોડી રાત્રે લગભગ એક વાગ્યે પરિવારની 7 વર્ષીય પુત્રી અને 5 વર્ષીય પુત્રની હાલત બગડી ગઈ. જેના કારણે બંને બાળકોને હોસ્પિટલ સોનીપતમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલતમાં સુધારો ન થવાના કારણે બંનેને હાયર સેન્ટર રેફર કરી દેવાયા.

Advertisement

ઘટના બાદ બાળકોની માતાની હાલત બગડી ગઈ. બે બાળકોના મોતના કારણે તેઓ બેભાન થઈ ગયા. તેમને પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ઘટનાની માહિતી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


Share

Related posts

વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ માંગરોળના આંકડોદ ગામે કહેર વરતાવી ગયું

ProudOfGujarat

ઝઘડીયાના નવી તરસાલી ગામે લોન ભરપાઇ કરવાનું કહી અશ્લીલ ફોટા સોશિયલ મિડીયામાં મુકાતા ફરિયાદ.

ProudOfGujarat

ઝઘડીયાની કેમી ઓર્ગેનિક કંપની સામેની ફરિયાદ બાદ અન્ય કંપનીઓ સામે પણ પ્રદુષણ બાબતે કડક પગલા ભરવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!