ખાપ પંચાયતોએ રેસલિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડ અને લોન માફીને લઈને બુધવારે હરિયાણા બંધનું એલાન કર્યું છે.
હરિયાણા બંધના એલાનને લઈને ખાપ પંચાયતોએ બહાદુરગઢના અસૌદા મોડ પાસે નેશનલ હાઈવે નંબર 9ને બ્લોક કરી દીધો છે. માત્ર અસૌડા મોર જ નહીં, ખેડૂતોએ દિલ્હી-રોહતક રોડ પણ બ્લોક કરી દીધો છે. એટલું જ નહીં આ બંધ દરમિયાન ખાપ પંચાયતના ખેડૂત બહાદુરગઢના કેએમપી ટોલ પર હવન કરતા પણ નજર આવ્યા.
ખાપ પંચાયતે એલાન કર્યું હતું કે, હરિયાણા બંધના કારણે તે લોકો રાજધાની દિલ્હીમાં દૂધ અને પાણી બંધ કરી દેશે. રવિવારે ઝજ્જરના મંડોથી ટોલ પ્લાઝા પર આયોજિત જનતા સંસદમાં આ વાત કહેવામાં આવી હતી.
હરિયાણા બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે એવા જિલ્લાઓમાં સુરક્ષા વધારી દીધી છે જ્યાં એવું લાગે છે કે શહેર બંધ થઈ શકે છે. શક્ય છે કે ખાપ પંચાયતોની સાથે ખેડૂતો અને અનેક રાજકીય પક્ષો પણ હરિયાણા બંધમાં જોડાય શકે છે.
જે રીતે હરિયાણા બંધનું એલાન કરવામાં આવ્યું છે તેને જોતા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં દરરોજ લાખો મુસાફરો હરિયાણાથી દિલ્હી રેલવે અને બસ દ્વારા મુસાફરી કરે છે. હરિયાણામાંથી પણ મોટી માત્રામાં દૂધ, પાણી અને શાકભાજી દિલ્હીને સપ્લાય કરવામાં આવે છે. જો આ બધુ હરિયાણા બંધના કારણે અટકી ગયુ તો દિલ્હી વાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.