હરિયાણાના પાણીપતમાં આજે વહેલી સવારે સિલિન્ડર બ્લાસની ઘટના સામે આવી છે. ત્યારે સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 6 લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટના વિશે જણાવ્યું કે આજે સવારે ચા બનાવતી વખતે સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી, અને જે બાદ અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્યાં હાજર તમામ 6 લોકો દાઝી ગયા હતા. આગ લાગ્યા બાદ રૂમનો દરવાજો ન ખુલતા તમામ 6 લોકોના મોત થયા છે
મળતી માહિતી મુજબ પાણીપતના કેમ્પ વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટની ઘટના સવારેના સમયે બની હતી. બ્લાસ્ટ એટલો ઝડપથી થયો કે રૂમની અંદર બંધ લોકોને દરવાજો ખોલવાની તક પણ ન મળી. રૂમનો દરવાજો ન ખોલવાને કારણે એક જ પરિવારના છ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પાણીપતના કેમ્પ વિસ્તારમાં ભાડા પર રહેતા હતા. તે તમામ મૃતકોની ઓળખ 50 વર્ષીય અબ્દુલ કરીમ, 46 વર્ષીય તેની પત્ની અફરોઝા, 17 વર્ષની મોટી પુત્રી ઈશરત ખાતુન, 16 વર્ષીય રેશ્મા 10 વર્ષનો અબ્દુલ શકૂર અને 7 વર્ષનો અફફાન તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી.