Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હાર્દિક પટેલના ખાસ સાથીદાર નો વિડીયો થયો વાયરલ : હવે આ બાબત પર હાર્દિક પટેલ શું કહે છે તે જોઈશું

Share

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલની કથિત સેકસ કિલપ સામે આવ્યા બાદ અન્ય કન્વીનરોની પણ સીડી સામે આવી હતી. હવે બોટાદના પાસ કન્વીનર દિલીપ સાબવાની કથિત સેકસ કિલપ સામે આવી છે. દિલીપ સાબવાને હાર્દિક પટેલનો ખાસ વ્યકિત ગણવામાં આવે છે. હાલમાં એક ૪.૧૦ મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો  છે. આ વીડિયો બોટાદના પાસ કન્વીનર દિલીપ સાબવાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વીડિયોની ઉપરની બાજુ દિલીપ સાબવા, પાસ કન્વીનર બોટાદ એવું લખેલું છે. આ વીડિયોમાં બે યુવકો અને એક યુવતી જોવા મળી રહી છે. યુવક અને યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ વીડિયો ૧૭ માર્ચ ૨૦૧૭ અને બપોરે ૨ વાગ્યાને ૨૦ મિનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે. થોડી મિનિટો બાદ એક યુવક અને યુવતી અન્ય રૂમમાં જાય છે જયાં પહોંચ્યા બાદ રૂમની લાઈટ બંધ થઈ જાય છે. તેમની આપતિજનક સ્થિતિનો વીડિયો બ્લેકઆઉટ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો દિલીપ સાબવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પહેલા હાર્દિક પટેલની કથિત સેકસ કિલપો વાઈરલ કરી પાટીદાર આંદોલનને નબળું પાડવાનો આક્ષેપ થયા હતા.યુટ્યુબ પર હાર્દિક પટેલ એન્ડ ગેંગ નામની એક વીડિયો ચેનલમાં અનેક વીડિયો કિલપ અપલોડ કરવામાં આવી છે. આ પહેલા રાજકોટના પાસ કન્વિનર બ્રિજેશ પટેલ, મોરબી ટંકારાના પાસ કન્વિનર પ્રકાશ ટંકારા, ભાવનગર પાસ કન્વિનર નિતિન ઘેલાણી અને હાર્દિકનો પિતરાઈ ભાઈ રવિ પટેલના વીડિયો સામે આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સૌજન્ય(અકિલા)

Share

Related posts

કોળી ઠાકોર સમાજ બાબતે રાજુગીરી બાપુ દ્વારા કથિત વાણી વિલાસના વિરોધમાં કરજણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી…

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર પોલીસનો સપાટો – રોંગ સાઈડ અને ઓવર સ્પીડમાં આવતા વાહનો સામે તવાઈ બોલાવી

ProudOfGujarat

વડોદરા અકોટા સોલાર બ્રિજની સોલાર પેનલમાંથી નવ માસમાં કુલ 7,92,000 યુનિટ ઉર્જા ઉત્પન્ન કરાય.

ProudOfGujarat
error: Content is protected !!