આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતીનો સુયોગ સંધાતો હોય. હનુમાન ભક્તોમાં ઉમંગની લાગણી છવાઈ ગઈ છે. ભરૂચ નગરના કસક વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાનજી ના મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે અનોખા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યી છે જેમાં બે કારીગરો ત્રણ દિવસથી ૩૦૦ કિલો માવો ૨૦૦ કિલો ખાંડ અને ડ્રાઈફૂટ નો ઉપયોગ કરી ૫૦૧ કિલોની મિલ્ક કેક તૈયાર કરેલ છે. જે હનુમાનજીને ધરાવ્યા બાદ લોકોને પ્રાસાદીના રૂપે આપવામાં આવશે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર બળેલી ખો ખાતે હનુમાન જયંતી નિમિત્તે બપોરે ૧ કલાકે હનુમાન યાગ ૪:૩૦ કલાકે શ્રી ફળ હોમવામાં આવશે. અને સાંજે ૭ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. આમોદ તાલુકાના નાહિયેર ગામ ખાતે આવેલ હઠીલા હનુમાનજી નાં મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો કુકરવડા ગામ ખાતે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતી નિમિત્તે ભજન કીર્તન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યી છે. આ સાથે ભરૂચ જીલ્લામાં સૌથી વધુ ખ્યાતિપ્રાપ્ત એવા ગુમાનદેવ નાં હનુમાનજીના મંદિર ખાતે પણ હજારો ભાવિક ભક્તો ઉમટી પડશે. જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામ આવે છે.
સમગ્ર ભરૂચ જીલ્લામાં હનુમાન જયંતીની ઉજવણી અંગે તડામાર તૈયારીઓ
Advertisement