રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ સાહસ પ્રોજેક્ટ કાકા-બા હોસ્પિટલ હાંસોટના CSR અંતર્ગત સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળા સાહોલમાં મેડિકલ તપાસણીના ભાગરૂપે બાળકોની ઊંચાઈ, વજન, શારીરિક તપાસ કુલ 70 બાળકોનું સ્કેનિંગ કરી બાળકોને દવા આપી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ 2 બાળકોને આગળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવ ખાતે રીફર કરવા સૂચના આપવામાં આવી.
આ પ્રસંગે RBSK TEAM હાંસોટ ડૉ. કોમલ પટેલ અને ડૉ. મીથીલ પંચાલ મેડિકલ ઓફિસર, પ્રિયંકા વસાવા FHW, પ્રિયંક – જયમીન GHS કો-ઑર્ડિંનેટર હાંસોટ, શાળાના આચાર્ય પારસબેન પટેલ, શિક્ષક મિત્રો નિલેશકુમાર સોલંકી, તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, ગામ પંચાયત સાહોલ તલાટી ધર્મિષ્ઠાબેન રોહિત, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ ઉપસ્થિત રહયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Advertisement