Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ કોરોના વાઈરસ અને વિધવા સહાયનાં પગલે નાયબ કલેકટરની વિવિધ કચેરીનાં કર્મીઓ સાથે ઈમરજન્સી મીટિંગ મામલતદાર કચેરી હાંસોટ ખાતે યોજવામાં આવી.

Share

હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના ખંડમાં નાયબ કલેકટર શ્રી મિતેશ પટેલે દુનિયાનાં મોટાભાગનાં દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ રોગ તથા વિધવા સહાય યોજનાનાં લાભાર્થીને વહેલામાં વહેલી તકે લાભ મળે તે હેતુથી વિવિધ કચેરીના કર્મચારીઓ તથા પદાધિકારીઓ સાથે ઈમરજન્સી મીટીંગ યોજવામાં આવી હતી. દરમ્યાન નાયબ કલેકટર શ્રી મિતેશ પટેલે કોરોના વાઈરસ દરમિયાન રાખવાની તકેદારી વિષે વિસ્તૃત માહિતી આપી હતી તથા હાંસોટ તાલુકામાં વિધવા સહાય યોજનાની 1151 અરજીઓ આવી છે તેને માર્ચ મહિનામાં પૂર્ણ કરવા માટે તાલુકાના દરેક લાગતા વળગતા કર્મચારીઓ અને પદાધિકારીઓ સાથ સહકાર આપી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો અને અને કા-કા-બા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કા-કા-બા હોસ્પિટલના કોઓર્ડીનેટર ભરતભાઈ ચાંપાનેરીયાએ કોરોના વાઈરસના પગલે કા-કા-બા હોસ્પિટલમાં આઇસોલેસન વોર્ડમાં ચાર બેડની સગવડ છે અને જરૂર પડે વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર કચેરીના સર્કલ ઑફિસર ભરત પટેલ, સરકારી હોસ્પિટલના ડોક્ટર તથા કર્મચારીઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રી, હાંસોટ તાલુકા સંગઠન પ્રમુખ રમેશ મિસ્ત્રી, મહામંત્રી નરેન્દ્ર પટેલ તથા મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચમાં તહેવારોને અનુલક્ષીને રસ્તા રીપેરીંગ, વીજ પ્રવાહ, સાફ-સફાઈ સહિતના મુદ્દે વિપક્ષ નેતાએ નગરપાલિકા સમક્ષ કરી રજુઆત

ProudOfGujarat

ડભોલીગામની 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને 2 વર્ષે 14 વર્ષની સજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!