Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના રાયમા ગામેથી હજીરા ની એચ પી કંપની ના ટેન્કર માંથી પેટ્રોલ વેચતા ડ્રાઈવર અને કંડકટર રંગે હાથ ઝડપાયા જ્યારે પેટ્રોલ ખરીદનાર બે ઈસમો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા…

Share

 
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ રાત્રી ના આઠેક વાગ્યાના સુમારે હાંસોટ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ. એ. એચ. પટેલ અને સ્ટાફના કર્મીઓ સાથે પેટ્રોલિંગ કરવા જઈ રહ્યાં હતાં ત્યારે રાયમા નજીક  ટેન્કર નંબર Gj.16.Z. 8738 ઉભેલ હતું તેમાં શક જણાતાં તેની તલાસી કરતાં ચાર જેટલા ઇસમો ટેન્કર માંથી પેટ્રોલ કાઢી સગેવગે કરતાં હતાં પોલીસ ને જોઈ બે ઇસમો ભાગી છૂટયા હતા જ્યારે ડ્રાઈવર હિતેન્દ્ર સિંહ સરદાર સિંહ રાય રહે જનોર અને ક્લીનર અજીતસિંહ હરીસિંહ સુતરીયા રહે ભરૂચ નાઓ રંગે હાથ ઝડપાઇ જતાં તેમની પૂછપરછ કરતાં તેમણે આ ટેન્કર હજીરા એચ પી કંપની માંથી પેટ્રોલ ભરી ભરૂચ એફ. એમ. કંપની માં પહોંચાડવાંનું હતું જ્યારે ભાગી જનાર બે ઈસમો રઘુવીર સિંહ તથા વિજય સિંહ જેઓ હાંસોટ તાલુકાના રાયમા ગામના વતની છે. તેમની સાથે 6 થી 7 મહિનાથી પેટ્રોલ સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હતું. પોલીસે પેટ્રોલ અને ટેન્કર મળી 34,47,857 ( ચોત્રીસ લાખ સુડતાળીસ હજાર આઠસો ) મુદામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસીની રોયલ રેસીડન્સીમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

લીંબડી હાઇવે પર આવેલ પટોળા ના શોરૂમમાં લાખ્ખો રૂપિયાનાં પટોળા ચોરાયા…

ProudOfGujarat

ઝઘડીયાનાં ખરચી ગામનાં બે ઇસમોએ લગ્નમાં ઘુસી એક મહિલા અને પુરુષને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!