કચ્છ નાના રણમાં ધુડખર અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગ દ્વારા વાહનો સહિત ૭૭.૮૯ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે પ્રવેશ કરીને મોટીની પાળો બનાવીને મીઠાના અગરો બનાવી દેવાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૭ ટ્રેક્ટર, ૩ બાઇક સાથે ૯ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
ધ્રાંગધા ડીએફઓ ધવલ ગઢવીના માર્ગદર્શન હેઠળ આડેસર ધુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટર ઓફીસર એસ. એસ. સારલા એ વન વિભાગના સ્ટાફ સાથે કાનમેર ફુલપરા સહિતના અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા રણમા ગેરકાયદેસર રીતે માટીનો પાળો બનાવતા ખનીજ માફિયાઓ પર દરોડો પાડી ૧૭ ટ્રેકટર, ૩ મોટર સાયકલ સાથે નવ વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવી હતી.
વિશ્વ પ્રસિદ્ધ ધુડખર અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મીઠાના અગરો બનાવી ધુડખર અભ્યારણ્યની જમીન પર કબજો જમાવી રહેલા ભુમાફિયાઓ એ જાણે બિહાર હોય એ રીતે ધાતક હથિયારો સાથે જમીન પર કબજો જમાવવા માટે રણ વિસ્તારમાં જુથ અથડામણ બંદુક તલવારો અને અન્ય હથિયારો સાથેનો વિડિયો વાયરલ થતાં કાયદાના રક્ષકોમા દોડધામ મચી ગઈ હતી ત્યારે આ ઘટના અંગે સામખીયારી પોલીસે પગલાં લેવાની શરુઆત કરી હતી ત્યારે ધુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ મીઠાના કારખાના બંધ કરાવવાની કાર્યવાહી ધુડખર અભયારણ્યનાં ધ્રાંગધા ડીએફઓ ધવલ ગઢવીના માર્ગદર્શન હેઠળ આડેસર ધુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટર ઓફીસર એસ. એસ. સારલા એ વન વિભાગના સ્ટાફ સાથે કાનમેર ફુલપરા સહિતના અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા રણમા ગેરકાયદેસર રીતે માટીનો પાળો બનાવતા ખનીજ માફિયાઓને જોતા વધારાના સ્ટાફની જરૂર પડતાં ધ્રાંગધ્રા ડીવીઝનના તમામ ધટના સ્થળ પર બોલાવી દરોડો પાડી ટ્રેકટર નંગ ૧૭ મોટર સાયકલ નંગ ૩ સાથે નવ વ્યક્તિઓની ધરપકડ કરી ગુન્હો નોંધવામા આવ્યો છે. કુલ રુપિયા ૭૭ લાખ ૮૯૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં સોલાર પ્લેટ નંગ ૩૦૨ પાવર સપ્લાય તેમજ મોટર પંપ સહિત નો મુદામાલ કબ્જે કર્યો હતો. વન વિભાગ દ્વારા ધુડખર અભ્યારણ્ય વિસ્તારમાં સર્જીકલ સ્ટ્રાઇક કરતા ભુમાફિયાઓમા ફફડાટ વ્યાપી ગયો હતો.