પંચમહાલ રાજુ સોલંકી
હાલોલ તાલુકાના બાસ્કા ગામે પોતાની સહિયારી જમીનને ગીરવે મૂકવા કાઢી હતી અને આ જમીન ગીરવે મૂકવા માટે પોતાની સગી કાકી એ સહી કરવા માટે બે લાખ ની માંગણી કરી હતી જેથી પોતાના ભત્રીજા એ બે લાખ રૂપિયા આપવા માટે રાજી થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર બે લાખની રકમ ની માગણી કરતા આવેશમાં આવી ગયેલ પોતાના ભત્રીજા એ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશ ઉપર કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી જ્યારે હાલોલ પોલીસએ હત્યા કરનાર બે આરોપી માંથી એક ની અટકાયત કરી હતી જ્યારે એક ફરાર થઈ ગયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકા ના બાસ્કા ગામે રહેતા સવિતાબેન ઉદેંસિંહભાઈ એ જમીન ગીરવે મૂકવાના સહી કરવા માટે બે લાખ રૂપિયા ની માગણી કરી હતી જેથી પોતાના ભત્રીજા કમલેશભાઇ ફતેંસિંહભાઈ બે લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ ફરીવાર પોતાની કાકી સવિતાબેન એ બે લાખ રૂપિયા ની માગણી કરતા કમલેશભાઇ ફતેંસિંહભાઈ એ આવેશમાં આવી પોતાની કાકી સવિતાબેન ઉપર કુહાડી ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.બનાવની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશ ઉપર કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.જ્યારે હાલોલ પોલીસએ હત્યા કરનારના પિતા ફતેંસિંહભાઈ મોતીસીંગની અટકાયત કરી હતી.જ્યારે હત્યા કરનાર કમલેશભાઇ ફતેંસિંહભાઈ ફરાર થઈ ગયા હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.