Proud of Gujarat
FeaturedGujarat

હાલોલ:ઈટવાડી ગામે પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યા…

Share

પંચમહાલ રાજુ સોલંકી

હાલોલ તાલુકાના ઈટવાડી ગામે રહેતી પરણિતાએ પોતાના પતિના માનસિક ત્રાસથી કંટાળીને ઘર પાસે આવેલા લીમડાના ઝાડની ડાળીએ સાડી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

Advertisement

પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે, હાલોલના ઢીકવા ગામે રહેતા રાજેન્દ્રસિંહ સામંતસિંહ પરમારની દીકરી અંજનાના લગ્ન ઈટવાડી ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ અશોકસિંહ ચાવડા સાથે 11 માસ પહેલા થયા હતા. પતિએ બાઇક માટે લીધેલી લોન જુગાર અને દારૂમાં વાપરી નાખતા અંજના અને ધર્મેન્દ્રસિંહ વચ્ચે પૈસા બાબતે કકળાટ થતો પતિ અંજનાને મારઝુડ કરતો હતો. તેથી અંજના તેના પિયર ચાલી ગઈ હતી. 

ત્યાર બાદ તેનો પતિ તેને પિયર લેવા આવ્યો હતો, પરંતુ તે પતિ સાથે સાસરે ન ગઈ. અંતે પતિથી કંટાળેલી અંજનાએ ઈંટવાડી ગામે ઘરની પાછળના ભાગે આવેલા લીમડાના ઝાડની ડાળીએ સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. બનાવની જાણ અંજનાના પિતાને થતા હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે આ અંગે પતિ ધર્મેન્દ્રસિંહ વિરુધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

“આ મારી પહેલી ભૂમિકા હશે જે મને એક અભિનેતા તરીકે આગળ વધવામાં મદદ કરશે”, અભિનેત્રી કાશિકા કપૂરે તેણીના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરતા કહ્યું

ProudOfGujarat

વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતના રાંદેરમાં ધર્મના આધારે શેલ્ટર હોમનું સંચાલન થતું હોવાની ફરિયાદને પગલે હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!