પંચમહાલ. હાલોલ
હાલોલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાનું આયોજન હાલોલ શહેરમાં પ્રતિષ્ઠિત કલરવ શાળાના પ્રાગનમાં યોજાયો હતો. આ સ્પર્ધાનું આયોજન તાલુકા કક્ષાના (કલા મહાકુંભ)ના કન્વીનર ડૉ. કલ્પનાબેન જોશીપુરા તેમજ શાળાના એડમિનિસ્ટ્રેર શ્રી હાર્દિકભાઈ જોશીપુરા અને શાળાના શિક્ષકો દ્વારા આ ઉજવણી ને સફળ બનાવવા માં આવી હતી.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ કલાઓને ખીલવવાનું અને આ કલાને સમાજ સુધી પહોંચાડવાનું તેમજ વિધાર્થીઓ માં સુષુપ્ત શક્તિ છે. તેને કલા દ્વારા બહાર લાવવી આ ઉદેશને સફળ બનાવવા માટે કલામહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં હાલોલ તાલુકાની તમામ શાળાઓએ ભાગ લીધો હતો. વિવિવિધ વિભાગવાર સુગમસંગીત ગીત,ભજન,લોકગીત, સમુહગીત,લગ્નગીત,વાદન વિભાગના તબલા,હાર્મોનિયમ,વાંસળી,ઓર્મન,ગરબા,ભરતનાટ્યમ, લોકનુર્ત્ય,એકપાત્ર અભિનય જેથી સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રી માનનીય માધ્યમિક જિલ્લા રમતગમત અધિકારી શ્રી ક્લાસવા સાહેબ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ, પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી સોલંકી સાહેબ, બી.આર.સી કોડ્રોર્નેટર શ્રી પીરઝદા ભાઈ, પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી નીતિનભાઈ,નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રીમતિ વિભાક્ષીબેન તથા નગરપાલિકા ના સદસ્ય શ્રીમતી દિપ્તીબેન પટેલ જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત પુસ્તક,પુષ્પગુચ્છ થી કરવામાં આવ્યું હતું.
અંતમાં કલરવ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી અને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું