પંચમહાલ જિલાના હાલોલ ખાતે પણ આજરોજ મહાશિવરાત્રિ નો પર્વ છે તેને શંકર પાર્વતીનો લગ્નનો પ્રસંગ કહેવાય છે તેમજ હાલોલ નગર ખાતે આવેલ ઐતિહાસિક તળાવ પાસે આવેલ હાલોલનું પ્રખ્યાત એવું શ્રી શાર્ણેશ્વર મહાદેવના મંદિરમા પણ છેલ્લા 100 થી 150 વર્ષથી પુરાણું મંદિર છે ત્યા ટ્રસ્ટ દ્વારા 150 થી વધુ વર્ષથી આયોજન કરવામાં આવે છે.. આ શિવરાત્રિનો પ્રસંગ ઉજવવામાં આવે છે પણ વહેલી સવારથી જ હજારો સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા તે નજરે પડે છે અને સવારથી જ દૂધ પાણીનો અભિષેક થઇ રહ્યો છે આ અભિષેક બપોરના તે 12 વાગ્યા સુધી ચાલે છે ને પછી ત્યારબાદ ભગવાનને શણગાર કરવામાં આવે છે ને ત્યારબાદ 3 વાગ્યે ભગવાનના શણગારના દર્શન થાય છે અને ને 4 કલાકે ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળે છે તે હાલોલ નગરમાં ફરી રાત્રે 9 કલાકે પરત ફરે છે ત્યારબાદ રાત્રિના 12 વાગ્યે ભગવાનની મહા આરતી યોજાય છે…
હાલોલ નગરમાં ભગવાન શિવજીની પાલખી યાત્રા શ્રી શારનેશ્વર મહાદેવના મંદિર ખાતે થી વાજતે- ગાજતે શોભાયાત્રા નીકળી હતી.નગરના તમામ બ્રહ્મ સમાજના આગેવાન સહિત તમામ નગરજનો આ ભગવાનની યાત્રામાં જોડાયા હતા..શોભાયાત્રા નગરમાં ફરી રાત્રે 9 વાગ્યે પરત મહાદેવના મંદિરે પહોંચશે ને ત્યારબાદ રાત્રે 12 કલાકે ભવ્ય મહા આરતી યોજાશે…
શિવરાત્રિના પાવન પર્વ નીમીતે દરેક ભક્તો તેમજ નગરજનો ઉપવાસ કરે છે તે દિવસ ને લોકો અલગ અલગ રીતે માનવે છે શિવરાત્રિના દિવસે શાક્કરીયા બટાટા નો પ્રસાદનો અને ભાંગ પીવાનો ખૂબ બહુ મોટો મહિમા છે.