Proud of Gujarat
FeaturedGujarat

હાલોલના શિવરાજપૂર નજીક પ્રેમી- પંખીડાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો …

Share

હાલોલ તાલુકા પંડોળ ગામે રહેતા પ્રેમીપંખીડાએ સમાજ એક નહી થવા દે તેવી આશંકાએ શીવરાજપુરના બામણકુવાના જંગલમા વૃક્ષ ઉપર દોરડુ બાંધીને ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત હાલોલ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના પંડોળ ગામમા રહેતી ૨૨ વર્ષીય યુવતી તેમજ તેના જ ગામમાં રહેતા એક યુવાન સાથે
પ્રેમસંબધ હતો. તેના સમાજના લોકો એક થવા દે નહી અને લગ્ન પણ નહી કરવા દે તે બીકના મારે મનમાં લાગી આવતા તેમને શિવરાજપુર પાસે આવેલા બામણકુવા ગામમા જંગલની સીમમાં સાગના વૃક્ષનીડાળી ઉપર દોરડુ બાંધીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી લાશ લટકતી હોવાની જાણ સ્થાનિકોને થતા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ઉપર કબજો મેળવી પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોલીસે આ અંગે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં ઉત્તરાયણ ટાણે પતંગ બજારમાં મંદીનો માહોલ, સારી ઘરાકીની આશા રાખતા વેપારીઓ.

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લાના મા.શાળાઓને બાલ કલ્યાણ યોજના અંતર્ગત શૈક્ષણિક કીટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરત કોરોના વાઇરસને લઈ લગ્ન સ્થગિત 29 મી માર્ચે લગ્ન હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!