Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ ૧૪ જુલાઈ યોજનાર રથયાત્રા દરમિયાન હાલોલ નગર સેવા સદન ખાતે રથયાત્રા પૂર્વેની શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

સમગ્ર ગુજરાતમાં સહિત પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ આગામી ૧૪ જુલાઈ એટલે કે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નગરમાં નીકળશે તેને અનુસંધાને હાલોલ નગર સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. રથયાત્રાની સુરક્ષા નિમિત્તે હાલોલ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી બી.આર.ગોહિલ સાહેબ સહિત હાલોલના પોલીસ અધિકારીઓ , હાલોલ નગર સેવાસદન તમામ અધિકારીઓ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ પરમાર હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલ સિન્હા સાહેબ તેમજ હાલોલ નગરના તમામ હિન્દુ- મુસ્લિમ સમુદાયના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રથયાત્રાની બેઠક યોજાઈ હતી રથયાત્રાના દિવસે સુરક્ષા જળવાઈ રહે તે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે શખ્સે ટાવર પર ચઢી મચાવી ધમાલ.

ProudOfGujarat

નર્મદામાં કોરોના વિસ્ફોટ છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રખાતા રોષ…

ProudOfGujarat

નડિયાદ : ખેડા જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!