Proud of Gujarat
GujaratFeaturedINDIA

શિવરાજપુર પાસે ભાટના જંગલમા દારુની મહેફિલ પર RR સેલનો દરોડો,૧૪ની ધરપકડ

Share

 

હાલોલ,

Advertisement

પંચમહાલ જિલ્લા RR સેલે હાલોલ પાસેના શિવરાજપુર પાસેના ભાટના જંગલમા દારુની મહેફીલ માણતા ૧૪ યુવાનોને ઓને પકડી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. RR સેલે તેમના મહેફીલના રંગમા ભંગ પાડી મહેફીલબાજોને પકડવામા સફળતા મેળવી છે.
પંચમહાલ જિલ્લાRR સેલને શિવરાજપુરના ભાટ ગામે જંગલમા દારુની મહેફીલ કેટલાક યુવાનો માણી રહ્યા છે.તેવી બાતમી મળી હતી,આથી આરઆર સેલના ઈન્સ્પેકટર આનંદ ચૌધરી સહિત સ્ટાફ અને પાવાગઢ પોલીસને સાથે રાખી ચોક્કસ બાતમી ના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ,જયા દારુની મહેફીલ શિવરાજપુરાપાસેના ભાટ ના જંગલમા જમાવી હતી ત્યા જ પોલીસની ટીમનો દરોડો જોઈ દારુની મહેફીણ માણતા ૧૪ જેટલા યુવાનોના હાઝા ગગડી ગયા હતા.
આથી RR સેલે વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહીબીસનના એક્ટ મુજબનો ગુનો પાવાગઢ પોલીસ સ્ટેશનમા નોંધી કાયદેસરીની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ભરૂચથી અંકલેશ્વરનાં માર્ગ પર ઇકો વાન ખાડામાં ખાબકી એક વ્યક્તિને ગંભીર ઇજા.

ProudOfGujarat

ભરૂચ : ગરબાનાં ખેલૈયાઓમાં નિરાશાનું વાતાવરણ જાણો કેમ.

ProudOfGujarat

માંગરોળ : કોરોનાની સંભવિત લહેરને પહોચી વળવા હોસ્પિટલ સહિત સમગ્ર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!