પંચમહાલ જીલ્લાના સૂપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેને લઇને પાવાગઢ અભેદ કિલ્લામાં ફેરવાયુ છે. મોદીની સુરક્ષામાં કોઇ ચુક ન આવે તેની તમામ તકેદારી રાખવામા આવી રહી છે.૩૦૦૦ થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે.આઈજી, ડીએસપી, પી.આઇ, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ તૈનાત રહેશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર રોજ પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે પાવાગઢ તળેટીમાં ડુંગરને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે જ્યારે બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે નીજ મંદિરના દ્વાર બંધ થતા પાવાગઢ ભક્તો વિના સુમસામ જણાઇ આવે છે.પાવાગઢ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇને સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત પાવાગઢ પરિક્રમા રૂટ પાવાગઢ તળેટી તેમજ પાવાગઢ ડુંગર ખાતે આઇ.જી., એસ.પી., ડી.વાય.એસ.પી., ૧૦ થી વઘુ પી.આઇ., ૨૫ થી વઘુ પી.એસ.આઇ. તેમજ અન્ય પોલીસ કર્મીઓ કુલ મળી ૨૫૦૦ જેટલા પોલીસકર્મીઓ દ્વારા અલગ અલગ પોલીસ પોઈન્ટ ઉભા કરી જેવા કે જંગલમાં, ધાબા પોઇન્ટ, હીલ પોઇન્ટ તેમજ ડ્રોન દ્વારા એર સર્વેલન્સ આ ઉપરાંત એસપીજીએ પણ ચાર્જ સંભાળી લીધો હોવાનું જાણવા મળે છે.પાવાગઢ ને સુરક્ષાને અભેદ્ય કિલ્લામાં લેવામાં આવેલ હોવાનું જોવા મળે છે જેમાં પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જાણવા મળે છે.
હાલોલ રાજુ સોલંકી