કોરોનાની મહામારી વચ્ચે દેશભરના યાત્રાધામો બંધ કરી દેવામા આવ્યા હતા.ત્યારે ગુજરાતના પંચમહાલ જીલ્લામા આવેલુ પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પણ બંધ કરી દેવામા આવ્યુ હતું .ત્યારે આજે ત્રણ મહિનાના સમય બાદ અનલોકમાં ખોલવામા આવ્યુ છે. પ્રથમ દિવસે વરસાદી માહોલ વચ્ચે ભક્તોની નહિવત ચહલ પહલ જોવા મળી હતી. તેમજ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર શરૂ કરી શક્યા નહોતા.ગાઈડ લાઈન અનુસાર જેમાં સૅનેટાઇઝર, મોઢા પર માસ્ક ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમો સાથે આજથી મંદિર ભક્તો માટે શરૂ કરી દેવાયું છે.જયારે એક તરફ કોરોના માટેની સાવચેતી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પ્રસાદ નાળિયેર કે ચૂંદડી જેવી સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતા અહીંના સ્થાનિક વેપારીઓને માટે લોકડાઉનની અસર હજુ ચાલુ જ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે યાત્રાધામમાં જે કોઈ વેપારીઓ છે તે પ્રસાદ, શ્રીફળ, ચૂંદડીના જ હોવાથી વેપારીઓને પોતાના ધંધાને ચાલુ કરવા હજુ રાહ જોવી પડશે.
હાલોલ : યાત્રાધામ પાવાગઢ ભાવિકોનાં દર્શનાથે ખુલ્લુ મુકવામાં આવ્યું.
Advertisement