પંચમહાલ જીલ્લાના ઔધોગિક રાજધાની ગણાતુ હાલોલ નગર પણ હાલ લોક ડાઉનના પગલે સુમસામ ભાસી રહ્યુ છે. નગરની મધ્યમાથી પસાર થતો રોડ સુમસામ ભાસી રહ્યો છે. આજે લોકડાઉનનો આઠમો દિવસ છે. ત્યારે પંચમહાલના હાલોલનગરમા પણ લોક ડાઉનનો પોલીસ અને સ્થાનીક વહીવટી તંત્ર પુરી નજર રાખી રહ્યુ છે. કામવગર નીકળનારા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામા આવી રહી છે. હાલોલ નગરમા પણ જીલ્લાની અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જી.આઈ.ડી.સી આવેલી છે. હાલ લોક ડાઉનના પગલે ઉદ્યોગો પણ બંધ છે. ત્યારે કામદારોની હાલત પણ કફોડી બની છે. લોકડાઉનની અમલવારીના ભાગરુપે નિયત સમયમા અનાજ કરિયાણા શાકભાજી સહિતની દુકાનો ખોલવામા આવી રહી છે. હાલોલના નગરજનો પણ લોક ડાઉનનો અમલ કરી રહ્યા છે.
રાજુ સોલંકી :- હાલોલ
Advertisement