હાલોલ શહેર ખાતે આવેલ ગાંધી ચોક ખાતે શ્રી હિમજા માતાનું મંદિર ખાતે શનિવાર એટલે ભાદરવા સુદ છઠ ને દિવસે માતાજીના યજ્ઞનો કાર્યક્રમ યોજનાર હોવાથી સમગ્ર તૈયારીઓ હાથ ધરવામા આવી હતી
હાલોલ શહેરમાં વસતા ઝારોળા જ્ઞાતિના કુળદેવી શ્રી હીમજામાતાજીની છઠની ઉજાણી શનિવાર પર્વે હોવાથી હાલોલ નગરના ગાંધીચોક ખાતે આવેલ માતાજીના મંદિરને રોશની થી શણગારી દેવામાં આવેલ છે તેમજ આ મંદિરના પરિસરમાં હવન યજ્ઞ હોવાથી મંદિર ખાતે મંડપથી સજી દેવાયો અને યજ્ઞકુંડ બનાવી દેવામાં આવ્યા વહેલી સવારથીજ માતાજીના મંદિરે વિવિધ પ્રકારના અલગ અલગ કાર્યકમો યોજાયા હતા.જ્યારે યજ્ઞ બાદ સાંજે ઝારોળાની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.જેથી હાલોલ નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે લોકો હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા.
આ માતાજીની ઉજાણી હોવાને પર્વે વહેલી સવારે 6:00 કલાકે માતાજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ માતાજીની 8:30 કલાકે આરતી કરાઈ હતી.બાદમાં 10:00કલાકે માતાજીના યજ્ઞનો પ્રારંભ કરાયો અને બપોરે 5:00 કલાકે આ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી અને તેમજ ત્યારબાદ મહા આરતી સાંજે 6:00બાદમા સાંજે 7;00 કલાકે ઝારોળાજ્ઞાતિ ની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હાલોલ નગરમાં વસતા ઝારોળા જ્ઞાતિના તમામ લોકો માતાજીના મંદિર ખાતે લોકો હર્ષોલ્લાસભેર રીતે ઉમટી પડ્યા હતા.
હાલોલ – પંચમહાલ