હાલોલ,
આજે ઘર-પરિવારથી લઇ તમામ ક્ષેત્રોના વિકાસના પાયામાં મહિલાઓનું પ્રત્યક્ષ પ્રદાન હોય છે. તેમ કૃષિ (રાજ્યકક્ષા) અને પંચાયત, પર્યાવરણ (સ્વલતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે, તાજપુરાના સુપ્રસિધ્ધ શ્રી નારાયણ ધામ ખાતે યોજાયેલા અભયમ મહિલા સંમેલનમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આજની મહિલાઓએ સામજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓ પુરવાર કરી છે. રાજ્યની મહિલાઓએ પણ વિવિધ અને વણખેડ્યા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાઓને ઉજાગર કરી છે. જે માટે રાજ્ય સરકારની આગવી કાર્યપ્રણાલી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, સમાજમાં મહિલાઓની સમાનતા અને સહભાગીદારીતા વધે તે માટે મહિલા અને બાળ વિકાસનો વિભાગ શરૂ કર્યો. હાલના મુખ્યભમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ મહિલા સુરક્ષા, સશક્તિકરણ, આર્થિક સક્ષમતા સહિત અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો આપીને રાજ્યને દેશભરમાં મોખરાનું સ્થાનઅપાવ્યું છે. મંત્રી શ્રીએ વ્યક્તિલક્ષી યોજનાઓનો ઘર-આંગણે લાભ આપતા રાજ્ય સરકારના સેવા સેતુના કાર્યક્રમ અને ખેડૂતો માટે ખેત પેદાશોના ટેકાના ભાવોમાં કરેલા દોઢ ગણા વધારાની વિગતો આપી હતી.
જિલ્લાભ વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના અધ્ય ક્ષ શ્રી સરદારસિંહ બારીયા, જિલ્લાઅ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ, નારી કેન્દ્ર ના અધ્યક્ષા વિભાક્ષીબેન દેસાઇ, મહિલા મોર્ચાના પ્રમુખ ગૌરીબેન જોષીએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા હતાં. મહિલા સંમેલનમાં, ગોધરા મહિલા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ પેક્ટર શ્રીમતી આર.બી.પ્રજાપતીએ સુરક્ષા સેતુ સોસાયટી, પોલીસ સ્ટેલશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર અને મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. ૧૮૧ અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેેલર સુરજબેન રાઠવાએ જિલ્લા્માં ૩૭૮૮ હીંસા પીડિત મહિલાઓની કરવામાં આવેલી મદદ અને ૨૩૪૬ કેસોમાં કાઉન્સેરલીંગ દ્વારા કરવામાં આવેલા સમાધાનની વિગતો આપી હતી. વધુમાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનમાં મોરવા(હ) અને જાંબુઘોડા તાલુકામાં થયેલી ૧૦૦ ટકા કામગીરી બદલ આરોગ્ય૪ ટીમને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવી હતી.
આ પ્રસંગે, આયુષ્યીમાન ભારત આરોગ્યય કાર્ડ અને સપ્ટેગમ્બર માસથી શરૂ થતાં પોષણ અભિયાન-૨૦૧૮ની રોજબરોજના કાર્યક્રમોની ઉજવણીના પુસ્તનકનું વિમોચન મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર અને ઉપસ્થિપત મહાનુભાવોએ કર્યું હતું. મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ઠય કામગીરી બજાવનાર મહિલા પોલીસ અને અભયમ કાઉન્સેથલરનું પ્રમાણપત્ર આપી સન્મા ન કરવામાં આવ્યું હતું.
જિલ્લાા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, મોરવા(હ)ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, શ્રી અશ્વિનભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર શ્રી ગોપાલભાઇ શેઠ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લાે તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, મીનાક્ષીબેન પંડ્યા અને પંચમહાલ જિલ્લા ની મહિલાઓ વિશાળ સંખ્યાિમાં ઉપસ્થિત રહી મહિલા સંમેલનને સફળ બનાવ્યુંઅ હતું.