Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ નગરમા ભૂદેવો દ્વારા શાસ્ત્રો વિધિ મુજબ સમૂહમાં જનોઈ ધારણ કરી

Share


શ્રાવણ સુદ પૂનમ એટલે નારિયેળી પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે તેમજ વૈદિકકાળમાં આ દિવસથી સપ્તર્ષિઓ અને વૈદિક અભ્યાસ માટેનું નવું વર્ષ શરૂ થતું હોય છે જેથી આ દિવસે ભૂદેવો નદી, તળાવ, સરોવર, વગેરે જગ્યાએ વહેલી સવારે પહોંચી જઈ જનોઈ કે યગ્નપવિતબદલી એમના નવા વર્ષમાં પ્રવેશે છે
તેવામાં હાલોલ ખાતે પણ બ્રહ્મ સમાજ દ્વારા વહેલી સવારે પોતની જનોઈ મંત્રોવિધિ સાથે બદલી હતી હાલોલના તમામ બ્રહ્મ સમાજ ના તમામ વડીલો ઉપસ્થિત રહ્યા અને જનોઈ બદલી ધન્ય થયા અને નવા વર્ષનો પ્રારંભ કર્યો

જનોઈના સૂત્રો જુદા જુદા સમાજ અને પ્રદેશમાં જુદા જુદા પ્રતીક સ્વરૂપે દર્શાવવામાં આવે છેસામન્ય રીતે જનોઈ દેતી વખતે જનોઈમાં ત્રણ સૂત્રો હોય છે તેમજ જનોઈની લંબાઈ 96 આંગળની હોય છે પરંતુ કેટલીક જ્ઞાતિઓમાં દોરાની સંખ્યા છ હોય છે તો ક્યારેક નવ દોરા વાળી પણ જનોઈ જોવા મળે છે,

Advertisement

હિન્દુ ધર્મમાં 16 સંસ્કારનું ખૂબ મહત્વ માનવામાં આવે છે તેમાથી એક સંસ્કાર છે યગ્નપવિત સંસ્કાર આ પરંપરાનું માત્ર ધાર્મિક દ્રષ્ટિ એ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ રહેલું છેસામન્ય રીતે જનોઈ એ એક એવી પરંપરા છે જેના પછી કોઈ પુરુષ પરંપરિક રીતે પૂજા અથવા ધાર્મિક કામમાં ભાગ લઈ શકે છે.

આ જનોઈ ડબા ખભાથી જમણી તરફ એક સૂતરનો કાચો દોરો વીંટે છે આ દોરાને જનોઈ કહે છે જનોઈ ત્રણ દોરા વાળું હોય છે જેને યગ્નપવિત કહે છે. આ સૂતરથી બનેલ પવિત્ર દોરો હોય છે જે વ્યક્તિ ડાબા ખભા તરફથી જમણી તરફ નીચે પહેરે છે એટલે કે ગળમા એ રીતે પહેરવામાં આવે કે ટે ડાબા ખભા ઉપર રહે.

જનોઈમાં મુખ્ય ત્રણ સૂત્ર હોય છે દરેક સૂત્રમાં ત્રણ દોરા હોય છે જેમા પહેલો દોરો તેમા ઉપસ્થિત ત્રણ સૂત્ર ત્રિમૂર્તિ કે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશનું પ્રતીક છે બીજો દોરો દેવઋણ, પિત્રુઋણ, અને રૂષિઋણનું પ્રતિક દર્શાવે છે. ત્રીજો દોરો સત્વ, રજ, અને તમનું રૂપ છે ચોથો ગાયત્રી મંત્રના ચરણો દર્શાવે છે, પાંચમો ત્રણ આશ્રમોનું પ્રતિક છે,

સંન્યાસ આશ્રમમાં યગ્નોપવિતને ઉતારી દેવામાં આવે છે.યગ્નોપવિતના એક એક તારમાં ત્રણ ત્રણ તાર હોય છે, આ રીતે કુલ તારાની સંખ્યા નવ હોય છે.આ નવ દોરા એક મુખ, બે નાસિકા, બે કાન, બે આંખમલ, મૂત્રના બે દરવાજા આ તમામને વિકાર રહિત રાખવા માટે હોય છે.

આ પાંચ યગ્નોપવિતમાં પાંચ ગાંઠ લગાવવામાં આવે છે.જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ, મોક્ષનું પ્રતીક છે આ પાંચ યગ્નો, પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પંચ કર્મોને દર્શાવે છે, જનોઈ ધારણ કરનારને 64 કળાઓ અને 32 વિધાઓને શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ, ચાર વેદ, ચાર ઉપવેદ, છ અંગો , છ દર્શન ત્રણ સૂત્રગ્રંથ, નવ અરણ્યક મળી કુલ 32 વિધાઓ હોય છે તેમજ જનોઈ ધારણ કરવાથી ઘણા લાભ થાય છે.તેમજ નિત્યકર્મ કરતા પહેલા જનોઈને બે કાને વીટવું ફરજિયાત છે.બ્રાહ્મણ પોતની જનોઈ બદલતી વખતે જૂની જનોઈ પીપળાને અર્પણ કરે છે…

હાલોલ પંચમહાલ


Share

Related posts

અંકલેશ્વર : નગર પ્રાથમિક ટીચર્સ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

ProudOfGujarat

આમોદની નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડીમાં પાણી ટપકતા નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગાર દિવસ નિમિતે અનોખો વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!