પંચમહાલ જીલ્લામાં બકરીઇદ પર્વની હર્ષોલ્લાસ ભેર ઊજવણી કરવામા આવી હતી. તેમજ તમામ નગરોમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ મુબારક પાઠવી હતી. વહેલી સવારે ઇદની વિશેષ નમાઝ નગરના મુસ્લિમબિરાદરો દ્વારા અદા કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લામાં બકરી ઇદ પર્વની ઉજવણી કરવામા આવી જેમાં હાલોલ નગરમાં ઇદ પર્વની ઉજવણી કરવામા આવી હતી.વહેલી સવારથી જ નગરમાં ઈદ પર્વે ભારે ચહલપહલ જોવા મળી હતી.મુસ્લીમ બિરાદરો નવા વસ્રોમાં પરિધાન થઈ સજજ દેખાતા હતા.નાના બાળકો પણ અવનવા વસ્રોમાં નજરે પડતા હતા.
બિરાદરોએ વહેલી સવારે નમાજ અદા કર્યા બાદ એકબીજાને ભેટીને ઇદની મુબારક બાદી પાઠવી હતી અને ખુશમય જીંદગીની મૂબારકબાદી પણ પાઠવી હતી. હાલોલ ખાતે રહેતા મુસ્લિમ બિરાદરોમા ઇદપર્વને લઈ આનંદ જોવા મળતો હતો.જેમા ઇદગાહ ખાતે વિશેષ નમાઝ અદા કરવામા આવી હતી.મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરો જ્યારે નમાઝ અદા કરતા હતા ત્યારે સૌહાદપુર્ણ દ્રશ્ય સર્જાયુ હતુ.મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદ મુબારક પાઠવ્યા હતા
હાલોલના ઈદગાહ ખાતે સૈયદ મૌલાના ઇલ્યાસ બાપુએ નમાઝ અદા કરાઈ હતી અને મૌલાના યાકુબ રિઝવીએ ઇસ્લામ ધર્મ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને તાજેતરમાં કેરાલામાં વધુ વરસાદ કારણે પૂરગ્રસ્ત પીડિતો માટે દુઆઓ કરવામાં આવી અને હાલોલ નગરના વિસ્તારમાં રહેતા લોકોને સહાય મદદ માટે અપીલ કરવામાં આવી હતી.
તેમજ નગરમાં વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો જેથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામા આવ્યો હતો.