હાલોલની કલરવ સ્કૂલના પ્રાંગણમા 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શાળાના આચાર્ય શ્રી કલ્પનાબેન જોષીપુરા તેમજ શાળાનો તમામ વહીવટ કરતા હાર્દિક જોષીપુરા તેમજ શાળાના તમામ શિક્ષકગણના માર્ગ દર્શન હેઠળ ખુબજ જોરજોશમા કરવામા આવ્યું…તેમા મુખ્ય અતિથિ વિશેષ તરીખે શાળાના જ શિક્ષક સુમનબેન ઉપાધ્યાય ના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું
ઉપસ્થિત મહેમાનનું સ્વાગત વિધ્યાર્થીની હેલી સોલંકી દ્વારા કર્યું તેમજ મહેમાનશ્રી નો પરિચય શાળાની શિક્ષિકા શ્રી મીનાબેન પટેલ આપ્યો જેમા તેમા મહેમાનશ્રીએ પ્રસંગોચિત્ર વક્તવ્ય આપ્યું જેમા દેશની આઝાદી સંદર્ભે વાત કરી અને જણાવ્યું કે આપણે આઝાદી આપવાનાર વીર શહીદો પોતાના પ્રાણનું બલિદાન આપ્યું તેની યાદમા સ્મ્રુતિ ચિન્હ રજૂ કર્યું અને તે યાદો તાજી કરાવી ત્યારબાદ શાળાના શિક્ષક શ્રી જાગ્રુત સરે મહેમાન ને સ્મ્રુતિ ચિન્હ અર્પણ કર્યું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કલ્પનાબેન જોષીપુરાએ જણાવ્યું કે આજના દરેક નાગરિક જાગ્રુત બની વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કરવા માટે સૂચન કર્યું અને દરેક દેશ વસીઓની નૈતિક ફરજ છે એવું સમજાવ્યું અને પછી જય હિંદ અને ભારત માતાકી જય ના નારા બોલાવ્યા..
શાળામા દેશ ભક્તિ ગીતની પણ સ્પર્ધાનું પણ આયોજન કરાયુ તેમા શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓએ પણ મોટી સંખ્યામા અનેક પ્રકારના દેશ ભક્તિ ને લગતા ગીત રજૂ કર્યા.અને આ કાર્યક્રમમા મોટી સંખ્યામા શિક્ષકો અને વાલીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા..