હાલોલનું યાત્રાધામ એવું તાજપુરા નારાયણ ધામ ખાતે 27 જુલાઈના રોજ 59 મી ગુરુપૂર્ણિમાની પુરજોશમાં ઉજવણી થતી હોય છે તેમા લાખો ભક્તો ઉમટશે..તેમજ નારયણ આઇ હૉસ્પિટલ ખાતે રૂપિયા 3.50 કરોડના ખર્ચે બનવવા મા આવેલ હોલ નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે. તેમજ આ દિવસે આ હોલનું પાદુકા પૂજન કરીને ખુલ્લો મૂકવામા આવશે. અને ગુરુપૂર્ણિમાના તહેવારને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટશે તેવામા તંત્ર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે તેમજ તમામ પોલીસ સુરક્ષાઓનું પણ આગોતરું આયોજન કારયૂ છે તમામ તૈયારીઓને આખરીઓપ આપી દેવાયો છે
તેમજ આ દિવસે તાજપુરા અન્ન્પૂર્ણા ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધા કરાઈ છે તેમજ આ દિવસે લાખો ભક્તો આ દિવસે પ્રસાદીનો લાભ લેશે અને અને તે પ્રસાદીની તૈયારીઓ બે દીવસ પૂર્વે થી શરૂ કરી દેવાયું છે..
તેમજ નારાયણ હોસ્પિટલ ના નવીનીકરણમા પહેલા માળે .ત્રણ હોલ બનવાયા છે અને તેમા દર્દીઓ માટે 250 પલંગ સહિત તમામ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કારશે
ગુરુપૂર્ણિમાના પાવન તહેવારએ સવારે 9 કલાકે ગૌ શાળાની સામે બનાવેલ હેલિપેડ છે ત્યા હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજપુરા ખાતે આવી પહોંચશે ત્યા આવી પહેલા નારાયણ બાપુની ગુફા ખાતે પાદુકા પૂજન કરશે ત્યારબાદ હોસ્પિટલના હોલનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ ત્યાંના ડોક્ટરો સાથે સંબોધન કરશે અને તેમજ તે દિવસે ગૌરી વ્રત પણ ચાલુ છે તો તેવામા ગૌરીવ્રત વાળી બાળાઓ માટે પણ અલગ ફરાળી પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ છે તેમજ આ અવસરે હાલોલ નગરની આજુબાજુની ગામડાઓના અનેક ભક્તો ઉમટશે તેવામા અનેક સુરક્ષા અને તૈયારીઓ ને આખરીઓપ અપાયો..