Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ: શિવરાજપુરના નવી ભાટ ગામ પાસે કારમા વડોદરાના પરિવારે સામુહિક આત્મહત્યા કરતા ચકચાર

Share

હાલોલ

Advertisement

પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા નવી ભાટ ગામ પાસે એક આઇ ટ્વેન્ટી કારમા વડોદરાના એક પરિવાર પિતા,માતા,પુત્રએ સામુહિક આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે ઘટના સ્થળે પહોચી તમામ મૃતદેહોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. પાવાગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ અનેક તર્કવિતર્કો પણ સર્જયા છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શિવરાજ પુર ગામ પાસે નવી ભાટ ગામે આવેલા રોડની બાજુમા એક આઇ ૨૦કારમાથી વડોદરાના શહેરના પિતામાતા અને પુત્ર સહિતના પરિવારની ઝેરી દવા પીને સામુહિક આત્મહત્યા કરેલી હાલતમા મૃતદેહો મળી આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી.પાવાગઢ પોલીસને ઘટનાનીજાણ થતા પોલીસ કાફલો બનાવના સ્થળેદોડી ગયો હતો.તમામ મૃતદેહો કાઢીને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.મૃતદેહોની ઓળખ વિક્રમકુમાર અરવિંદભાઇ ત્રિવેદી(ઉ.૫૫) હિનાબેન વિક્રમ કુમાર ત્રિવેદી(ઉ.૫૨) હર્નિલકુમાર વિક્રમ કુમાર ત્રિવેદી (ઉ.૨૩) તમામ રહે ૧૬૬૪ચિત્રકુટ સોસાયટી, આકાશવાણી પાછળ ,મકરપુરા વડોદરા
હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે તો હાલ આત્મહત્યાની આશંકા એ ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.પણ પી.એમ રિપોર્ટ આવ્યાબાદ વધુ વિગતો બહાર આવી શકે છે.વડોદરાના પરિવારે છેક શિવરાજપુર પાસે આત્મહત્યા કેમ કરી ? તે અંગે પણ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં ઈખર ગામમાં કવિ સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat

શું ઉર્વશી રૌતેલા છે યશ ચોપરાની પાડોશી, આવો જાણીએ તેમના આલીશાન બંગલાની કિંમત!

ProudOfGujarat

કરૂણા અભિયાન ૨૦૧૯ હેઠળ પશું પંખી અંગે ખાસ સુરક્ષા અને સારવારની વ્યવસ્થા ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!