Proud of Gujarat
FeaturedGujaratINDIA

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતાં 6 નાં મોત, ત્રણ ગંભીર

Share

હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે.

તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી. અહીં એક કારના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નજીકમાં રાખેલા કેમિકલમાં આગ લાગી હતી. હાલ 3ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અક્સ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!