Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુનિયા માટે ભારતમાં ડિઝાઇન : ઇનોવેશન અને ઉત્પાદિત કરેલ ‘ATUM સોલર રૂફ’ને યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની પેટન્ટ પ્રાપ્ત થઇ.

Share

વિસાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને પોતાની “ATUM” સોલર રૂપ પ્રોડક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ આપવામાં આવી છે, જે 20 વર્ષ સુધી માન્ય છે. આ પેટન્ટ “ઇકો-ફ્રેન્ડલી એનર્જી જનરેટિંગ રૂફ્સ” ઇન્વેન્શન શીર્ષક હેઠળ આપવામાં આવી છે.

2018 માં લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારથી, ATUM સોલર રૂફને ભારત (2020), દક્ષિણ આફ્રિકા (2021), અને USA (2021) તરફથી પેટન્ટ આપવામાં આવી છે. આ દેશો, કે જેઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉર્જા ઉત્પાદક અને વપરાશકારો ધરાવે છે, તેઓ પોતાની ઇન્સ્ટોલ કરેલી ક્ષમતામાં વધારો જોઇ રહ્યા છે અને ATUM ધીમે ધીમે આ ઉદ્યોગમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. એકીકૃત સોલર એનર્જી જનરેટ કરતી ATUM જેવી છત વિતરિત માઇક્રોગ્રીડને સક્ષમ કરી શકે છે જે વર્તમાન સમયની જરૂરિયાત છે અને તેનાથી આ દેશોમાં સૌર ઉર્જાને અપનાવવાની ગતિમાં પણ વધારો થશે.

ATUM ને “મેક ઇન ઇન્ડિયા” પ્રોડક્ટ તરીકે કેટેગરાઇઝ કરવામાં આવી છે કારણ કે તેના તમામ ભાગો ભારતમાં જ વિકસાવવામાં, ઉત્પાદન કરવામાં અને એસેમ્બલ કરવામાં આવ્યા છે. ATUM આજે સમગ્ર ભારતના શહેરોમાં (તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા)માં તેમજ આફ્રિકા અને મધ્યપૂર્વમાં ઇન્સ્ટોલ કરેલી છે. આજે, તે 5,00,000 ચોરસ ફુટ કરતાં વધારે વિસ્તાર આવી લે છે જેનાથી 6000 kWp કરતાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે.

Advertisement

ATUM એવી છત છે જેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. તે દુનિયાની સૌપ્રથમ એકીકૃત, અવરોધરહિત, સોલર રૂપ છે જે MONO ક્રિસ્ટલાઇન PERC સેલમાંથી બનેલી છે જે તેને પરંપરાગત સોલર પેનલની તુલનાએ 50% વધારે કાર્યદક્ષ બનાવે છે. ATUM 57 ચોરસ ફુટ પેનલનો ઉપયોગ કરીને 1 KW વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે પરંપરાગત સોલર પેનલને 90 ચોરસ ફુટ પેનલની જરૂર પડે છે. તેને ભારતમાં ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી માટે રાષ્ટ્રીય એક્રિડીટેશન બોર્ડ દ્વારા પ્રતિષ્ઠિત UL પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે. ATUM એ ભારતમાં પૂણે સ્થિત હાઇ ફિઝિક્સ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી દ્વારા મીઠાના ભેજમાં ખવાણ સામે તમામ હવામાનની સ્થિતિમાં પ્રતિરોધકતા પણ પુરવાર કરી છે.

ATUM ને યુએસએ અને જર્મનીમાં ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન (IEC) ધોરણો અનુસાર UL પ્રમાણપત્ર પણ મળ્યું છે. 780 lbs પ્રતિ ચોરસ ફુટનો સમાન લોડ કે જે 2200 lbs બરફનો લોડ હોય છે, લેવા બદલ ATUMને કેમ્પબેલ કોર્પોરેશન દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવી છે અને જોઇટિંગ મિકેનિઝમ અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટિરિયલ (ASTM) અનુસાર પેટન્ટ મેળવેલ લીક પ્રૂફ સિસ્ટમ છે. આ એવી છત છે જે ક્લાસ A ફાયર રેટિંગ ધરાવે છે અને 150 kmph કરતાં વધારે પવનની ગતિ સામે ટકી રહેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેથી હેરિકેન પ્રૂફ પણ છે.

ATUM ની મૂળ પરિકલ્પના વિસાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર વામસી ક્રિશ્ના ગડ્ડમના મનમાં આવેલા વિચારમાંથી જન્મેલી છે, જેમણે ભારતના અગ્રણી ટકાઉક્ષમ બિલ્ડિંગ મટિરિયલ પ્રદાતા પૈકી એક બનવા માટે કંપનીના પરિવર્તનમાં ઉત્પ્રેરક તરીકે ભૂમિકા નિભાવી છે. ટકાઉક્ષમ આવતીકાલના નિર્માણ માટે ‘રીન્યૂએબલ અને ગ્રીન’ ઉર્જા અપનાવવાના તેઓ સ્પષ્ટ હિમાયતી છે. પોતાની સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યે સજાગ વ્યવસાયિક અભિગમ બદલ જાણીતા શ્રી ગડ્ડમ જનસમુદાય માટે કાર્બન ઓફસેટ તરીકે કામ કરતા ગ્રીન ઈનોવેશનના ઉપયોગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે.

આ સીમાચિહ્ન રૂપ સિદ્ધિ અંગે વિસાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર વામસી ક્રિશ્ના ગડ્ડમે જણાવ્યું હતું કે, “2018 માં પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી, દુનિયાની સૌપ્રથમ વીજળી ઉત્પન્ન કરતી છત ATUM, સૌર ઉર્જા ઉદ્યોગમાં નવતર કરી રહી છે. અમને ભારત, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાંથી પેટન્ટ પ્રાપ્ત થઇ છે જે પ્રોડક્ટનો પુરાવો છે. તાજેતરમાં ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી માટે નેશનલ એક્રિડીટેશન બોર્ડ દ્વારા પ્રાપ્ત થયેલું UL પ્રમાણીકરણ અને MONO ક્રિસ્ટલાઇન PERC સેલનો અમારા દ્વારા ઉપયોગ સપ્રમાણતાને વધુ મજબૂત બનાવે છે. ATUM એવા કોર્પોરેટ્સ અને વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે ભરોસો મૂકવા લાયક પ્રોડક્ટ છે જેઓ માત્ર વીજળીનો ખર્ચ ઓછો કરવા માટે નહીં પરંતુ સ્વચ્છ ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવા માટે પણ સૌર ઉર્જા પર ધ્યાન આપી રહ્યા છે.” ATUM માં એવી મિકેનિકલ ખાસિયતો છે જે ટાઇલ્સ/શિંગલ્સ/પરંપરાગત પેનલો કરતાં ઘણી ઉત્કૃષ્ટ છે. પરંપરાગત રૂપટોપની આવરદા 15 વર્ષ હોય છે જ્યારે તેની સરખામણીએ ATUMની આવરદા 30 વર્ષ છે.

1981 માં સ્થાપવામાં આવેલી વિસાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NSE: VISAKAIND, BSE: VISAKAIND) દેશમાં બીજી સૌથી મોટી સિમેન્ટની છતની શીટ્સનું ઉત્પાદન કરતી કંપની છે. આ કંપની બહુવિધ પ્રોડક્ટનો પોર્ટફોલિયો ધરાવે છે જેમાં કોરોગેટેડ સિમેન્ટની શીટ્સ, ફાઇબર સિમેન્ટના બોર્ડ, હાઇબ્રીડ સોલર રૂફ અને કૃત્રિમ યાર્ન સામેલ છે. વિસાકા પોતાના વન્ડર યાર્નના ઉત્પાદક અને વૈશ્વિક સપ્લાયર છે. આ એક કૃત્રિમ સ્પૂલ કે જે કપડા, વસ્ત્રો, ફર્નિશિંગ, ઓટોમોટિવ કાપડ અને અન્ય ટેકનિકલ ટેક્સટાઇલમાં વિવિધ ફેબ્રિક એપ્લિકેશનો માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વિસાકા 12 ઉત્પાદન એકમો, 13 માર્કેટિંગ ઓફિસો અને સમગ્ર ભારતમાં 7000 ડીલર આઉટલેટ્સની વિતરણ ચેનલ ધરાવે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

સુરત જિલ્લાના માંગરોળ, ઉમ૨૫ાડા તાલુકામાં ભારે વ૨સાદના કારણે થયેલ નુકશાનનું પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વા૨ા સ્થળોની મુલાકાત.

ProudOfGujarat

ગોધરાના તીરઘર વાસ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દલિત સમાજ સાથે ચિંતન શિબિર યોજવામાં આવી

ProudOfGujarat

ગોધરામાં મટન માર્કેટમાં ગૌમાંસ ખુલ્લેઆમ વેચાતા પોલીસની સંયુકત ટીમે રેડ કરી ચારની ઈસમોની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!